સી. વનવીર
સી. વનવીર એ ખ્રિસ્તી સંગીતની દુનિયામાં એક જાણીતું અને પ્રતિષ્ઠિત નામ છે. તેઓ એક સારા સંગીતકાર, ગીતકાર, મ્યુઝિક એરેન્જર તથા ગાયક છે. સંગીત ક્ષેત્રમાં તેઓ છેલ્લા 35થી વધુ વર્ષોથી સક્રિય છે. તેઓ તાલંતોથી ભરપુર એક સારા કલાકાર છે અને ઓર્ગન, વાંસળી અને રિધમ વગેરે વાજિંત્રો બહુ સુંદર રીતે વગાડી શકે છે.
એમણે અત્યાર સુધીમાં 30 થી વધુ ક્રિશ્ચિયનસીડી એમની પોતાની કંપની ખુશ્બુ કેસેટ્સ દ્વારા બહાર પાડી છે. તેમણે આ સંગીત યાત્રા 1982માં એમની પ્રથમ કેસેટ યેશુ કા પ્યારથી શરૂ કરી. જેનાં ગીતો મુઝે યેશુ કા પ્યાર મિલા હૈ, અપનો કો તો ઇસ દુનિયામેં લાખો લોકોના દિલો સુધી પહોંચ્યા છે.
તેઓ ખ્રિસ્તી સમાજના સૌથી પ્રથમ સંગીતકાર અને ગાયક છે જેમણે ગુજરાતી ખ્રિસ્તી સમાજને પ્રથમ નોનસ્ટોપ ગરબા તાળીઓના તાલેની ભેટ આપી. એની લોકપ્રિયતા જોઇને ત્યાર બાદ એના બીજા 5 ભાગ બહાર પડ્યા.
તો બોલો હાલેલુયા દ્વારા એમણે પ્રથમ નોન સ્ટોપ ભાંગડા પણ સંગીત રસિકો સમક્ષ મુક્યા જે લોકોના મનમાં વસી ગયા. ત્યાર બાદ તેડો રે તમારે દ્વાર દ્વારા તેમણે લોકોને ભજનસંગ્રહના જૂના અને પ્રચલિત રાગોની ભેટ આપી. (જેના 14 ભાગ બહાર પડી ચુક્યા છે) જેને દેશ-વિદેશમાં લોકોએ ખૂબ પસંદ કરી છે.
ત્યાર બાદ તેમણે શ્રી જોની લિવર સાથે તેરા પ્યાર હૈ મહાન વીસીડી, ક્રિસમસના ગીતોની વીસીડી, આનંદી નાતાલ અને ગરબે રમવા હાલો ગરબાની વીસીડી, તથા ખ્રિસ્તી લગ્ન ગીતોની સીડી આવ્યા લગનના ટાણા તથા પ્રેઇઝ એન્ડ વર્શિપનાં ગીતો તેરી સન્ના ગાયે હમ વગેરે અનેક સીડી બહાર પાડી.
આ વેબસાઇટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ પ્રભુની સ્તુતિ આરાધનાના ગીતો દેશ-વિદેશના તમામ લોકો સુધી પહોંચે અને તે દ્વારા પ્રભુ ઇસુનું નામ ઊંચું અને બુલંદ મનાય.. આશા છે કે આપ સૌ તેમના આ પ્રયાસને બિરદાવશો અને આવકારશો.

પ્રભુની સ્તુતિ હો.


C. Vanveer
C. Vanveer is a reputed name in Christian music field. He is a music director, lyricist, composer, arranger and singer. He is in this field for more than 35 years. He is also extremely talented musician with the skill to play keyboard, flute and rhythm rtc and also a good programmer.
He has released more than 30 Christian titles under his owned entity ‘Khushboo Cassettes’. He has started this journey with his first titled ‘Yeshu ka Pyar’ in 1982 which directly connected with the hearts of many with the songs,
‘Mujhe Yeshu ka pyar mila hai’
‘Apno ko to is duniya me’
He is the 1st music director and singer who has introduced Gujarati Christian non-stop Garba in ‘Talio na tale’ and Christian Bhangda in ‘To bolo Halleluyah’ which are still popular and loved by all.
His other popular titles include ‘Tedo re tamare dwar’ , ‘Teri sanna gaaye hum’ (Praise and worship songs) with Johney Lever ‘Tera pyaar hai mahaan’, VCD, Christian marriage songs ‘Avya lagan na tana’ etc.
The basic purpose of creating this website is to make available God’s worship songs to each house far and wide. Hope you all will appreciate this small effort.

Praise the Lord.


|GALLERY|